બુધવાર, 26 જૂન, 2024

શાળા પ્રવેશોત્સવ 2024


આંગણવાડી...બાલવાટિકા અને ધોરણ 1 નાં બાળકોને દફતર... પુસ્તકો આપી મહેમાનોના વરદ હસ્તે પ્રવેશ...

દીપ પ્રાગટ્ય... મહેમાનોનું પુસ્તક આપી સન્માન....

ધોરણ 8 ના બે બાળકો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન...SMC અધ્યક્ષ શ્રી વિક્રમભાઈ જોગરાણાએ આશીર્વચન પાઠવ્યા... શાળાના આચાર્ય શ્રી પ્રકાશકુમાર પરમારે સહુનો દિલથી આભાર વ્યક્ત કર્યો....

બાલવાટિકા થી ધોરણ 8 નાં સહુથી વધારે હાજરીવાળા બાળકોને ઈનામ...

ધોરણ 3થી8 ના તેજસ્વી તારલાઓ નું સન્માન...

શાળાના મેદાનમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ...

બાલવાટિકા અને ધોરણ 1/2 નાં બાળકોને સરકારશ્રી તેમજ નિપુણ ભારત અંતર્ગત મળેલ સાહિત્યનું પ્રદર્શન... નિહાળતા મહેમાનો...

આજના શુભ પ્રસંગે શાળા પરિવાર તરફથી તિથિભોજન....

શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪
નગર પ્રાથમિક શાળા નંબર - ૨૯ પુરષોત્તમનગર બાકરોલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ તરીકે આણંદ નગરપાલિકાના વોર્ડ નં - ૨ના કાઉન્સિલર શ્રી હેતલબેન દરજી , શાળા વ્યવસ્થાપન સમિતિ (એસ.એમ.સી) અધ્યક્ષશ્રી વિક્રમભાઈ જોગરાણા અને સભ્યશ્રી ઉમાબેન ચાવડા, રચનાબેન પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાની વિધાર્થિનીઓ દ્વારા સુંદર પ્રાર્થના ડાન્સ કરવામાં આવ્યો. શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ પરમાર દ્વારા મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનોના હસ્તે આંગણવાડીના બાળકોને રમકડાં, ગણવેશ, તેમજ બાલવાટિકા અને ધોરણ- ૧ ના ભૂલકાઓને સ્કુલબેગ અને પુસ્તક કીટ વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો. શાળાની વિદ્યાર્થીની દિવ્યા મારવાડી દ્વારા વ્યસન મુક્તિ અંગે અને વિદ્યાર્થી કિશન નંગલિયા દ્વારા વૃક્ષારોપણ વિશે વક્તવ્ય અપાયું. આ ઉપરાંત વિદ્યાર્થીઓના સ્કૂલબેગના દાતાશ્રી વિક્રમભાઈ જોગરાણા તેમજ અન્ય દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું. ધોરણ ૧ થી ૮ માં પ્રથમ નંબરે આવનાર અને સૌથી વધારે હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓને શિક્ષિકાબેન શ્રી હેમિનીબેન દ્વારા પાણીની બોટલ ભેટ આપવામાં આવી. સાથે CET ની પરીક્ષામાં મેરીટ લીસ્ટમાં આવનાર, N.M.M.S ની પરીક્ષામાં પાસ થનાર સર્વે વિદ્યાર્થીઓનું ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું. 
મહેમાન શ્રી વિક્રમભાઈ દ્વારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું. અંતમાં સર્વે મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ (સરવવાનો વૃક્ષ) કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી. કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થી અક્ષય તળપદા અને જાનુ નાગલ્યા દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.