બુધવાર, 27 જુલાઈ, 2022

રાખડી, ફ્રેન્ડશીપબેલ્ટ, બનાવતા શીખ્યા.

નગર પ્રાથમિક શાળા નં-૨૯, પુરુષોત્તમનગર, બાકરોલ, આણંદમાં આજરોજ જાગૃતિ મહિલા સમાજના પ્રમુખ ભારતીબેન પટેલ, ચરોતર-આણંદ  ક્રોશેટ ક્વીન ગ્રુપના પ્રમુખ કોમલબેન પટેલ તથા ગ્રુપની મહિલાઓનાં માર્ગદર્શન હેઠળ શાળાનાં વિદ્યાર્થીઓને રાખડી, ફ્રેન્ડશીપબેલ્ટ ,સ્વાતંત્ર્ય દિવસ અનુરૂપ તિરંગા કલરની બેલ્ટ વગેરેના બનાવટની ઊંડાણપૂર્વક સુવ્યવસ્થિત રીતે સમજ આપી જેના થકી બાળકમાં નવી કલાનો વિકાસ થઈ શકે આથી વિદ્યાર્થીઓના સહયોગ સાથે વિવિધ પ્રકારના ફ્રેન્ડશીપ બેલ્ટ, રાખડી બનાવતા શીખવવામાં આવ્યું હતું અને અંતે શાળાના દરેક વિદ્યાર્થીઓને બિસ્કીટ, ચોકલેટ અને ઊનના દોરાનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સૌ વિદ્યાર્થીઓએ  ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ પરમાર સાહેબ અને શિક્ષકગણના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ગુરુવાર, 21 જુલાઈ, 2022

બાળ સંસદ ચુંટણી પ્રક્રિયા અને મત ગણતરી ૨૦૨૨-૨૩

બાળ સંસદ ચુંટણી પ્રક્રિયા અને મત ગણતરી  ૨૦૨૨-૨૩

બાળ સંસદ ચુંટણી ૨૦૨૨-૨૩નગર પ્રાથમિક શાળા નંબર ૨૯, પુરુષોત્તમનગર,બાકરોલ, આણંદમાં આજરોજ બાળ સંસદની ચૂંટણી નિમિત્તે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહ-પૂર્વક ભાગ લીધો હતો. જેમાં પોલિંગ ઓફિસર, પ્રિસાઇડિંગ  ઓફિસર,પોલીસ ઓફિસર, એજન્ટ જેવા અનેક પદ વિદ્યાર્થીઓ દ્વારા યોગ્ય રીતે નિભાવવામાં આવ્યા હતા. મોબાઈલ એપ્લીકેશન થી વોટીંગ કરવામાં આવ્યું. તેમજ શાળાના માનનીય આચાર્યશ્રી પ્રકાશભાઈ પરમાર સાહેબએ  ઝોનલ ઓફિસરની ભૂમિકા ભજવી અને શાળાના તમામ વિદ્યાર્થીઓ સરકારની ચૂંટણી પ્રક્રિયાથી વકેફ થાય તેવા આશય સાથે મતદાનનું મહત્વ જણાવ્યું હતુ તથા શિક્ષકોના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવ્યો.

ફોટોગ્રાફ 



મોબાઈલ એપ્લિકેશન 



શનિવાર, 16 જુલાઈ, 2022

Ekam Kasoti First Semester 2022-23

Ekam Kasoti First Semester 2022-23
સામયિક કસોટી પ્રથમ સત્ર ૨૦૨૨-૨૩
પ્રશ્નબેંક 

જુનુ સમય પત્રક