બુધવાર, 28 માર્ચ, 2018

ધોરણ - ૮ ના વિદ્યાર્થીઓનું વિદાય સમારોહ ૨૦૧૮

આજ રોજ તારીખ :- ૨૮/૦૩/૨૦૧૮ નગર પ્રાથમિક શાળા નં ૨૯ પુરુષોતમનગર, બાકરોલ - આણંદ ખાતે ધોરણ - ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ તથા તિથીભોજન નો કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમ માં તિથીભોજન ના દાતા આ શાળાના ભૂતપૂર્વ શિક્ષક કુમારી કુસુમબેન વી.ભૂત તેમજ નગર પ્રાથમિક શિક્ષક સંઘ આણંદ ઘટક ના મંત્રી શ્રી નોયેલ તથા બાકરોલ ક્લસ્ટર ના CRC શ્રી સંજયભાઈ પરમાર અને બાકરોલ ની ૭ શાળાઓના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહી વિદાય લેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું . શાળા પરિવાર તથા આચાર્ય શ્રી પ્રકાશ પરમારે તમામ નો આભાર માન્યો હતો.....
THANKS TO GOD


































સોમવાર, 26 માર્ચ, 2018

વેકેશન ૨૦૧૭ માં સ્વરાવલી સંગીત ક્લાસ અને ક્રાફટ ( CRAFT) ક્લાસ નું આયોજન કરવામાં આવ્યું

વેકેશન ૨૦૧૭ માં સ્વરાવલી સંગીત ક્લાસ અને ક્રાફટ  ( CRAFT) ક્લાસ નું આયોજનકરવામાં આવ્યું
તારીખ : ૦૧/૦૫/૨૦૧૭ થી ૩૧/૦૫/૨૦૧૭ સુધી અમારી શાળા માં વેકેશનમાં સ્વરાવલી સંગીત ક્લાસ શરું કર્યા હતાં...
  આ સમર કેમ્પ માં  તબલાં, હારમોનિયમ, કેશિયો
ગિટાર, સિતાર , કથ્થક નૃત્ય જેવા વિષયો બાળકો ને શિખવા  માટે રાખવામાં આવ્યા હતા...
પરંતુ આ સમર કેમ્પ માં વધારે રસ ધરાવતા બાળકો કેશિયો ( કી બોર્ડ) ના હતા.. અને એક બાળક તબલાં માટે હતું..
હારમોનિયમ, કેશિયો માટે શ્રી નૈનેષ પટેલ શિખવાડવા આવતાં હતાં.. અને તબલાં માટે શ્રી પ્રકાશ પરમાર શિખવાડતા હતાં
ત્યાર બાદ ૫ દિવસ ક્રાફટ  ( CRAFT) ક્લાસ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું
તેમાં શ્રી જેક્સન પરમાર સાહેબે બાળકો ને સુંદર કાગળ કટીંગ કરાવી સરસ મજાની ડીઝાઇન વાળા નમુનાઓ બનાવ્યા હતા. સાહેબના કહેવા પ્રમાણે ૭૫% બાળકો ની મહેનત અને ૨૫% સાહેબે ની મહેનત થી સુંદર નમુના બનાવી શક્યા હતાં...
આભાર આ બંને સાહેબો નો....