HAPPY
ESTABLISHMENT DAY TO SHALA NO – 29 PURUSHOTTAMNAGAR – BAKROL – ANAND
તારીખ : 31/૦૮/૨૦૧૮ ના રોજ નગર પ્રાથમિક શાળા નં - ૨૯ પુરુશોત્તમનગર - બાકરોલ - આનંદ માં શાળાનો ૨૯ મા સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી. શાળાની જેમણે શરૂઆત કરી હતી તે ભૂતપૂર્વ આચાર્ય શ્રી જગદીશભાઈ સુથાર સાહેબનું સન્માન કરી તેમના હસ્તે કેક કાપી ઉજવણી કરી. આ પ્રસંગે દર્શન શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ સાહેબ પણ હાજર રહ્યા હતા. હાલના આ શાળાના આચાર્ય શ્રી પ્રકાશકુમાર જે પરમારે શ્રી જગદીશભાઈ સાહેબનો બાળકોને પરિચય કરાવી, તેમનો આભાર માન્યો. શિક્ષક ગણ તથા બી.એડ કોલેજ ના તાલીમાર્થી તથા બાળકો ભેગા મળી બહુજ સુંદર રીતે સ્થાપના દિનની ઉજવણી કરી હતી.શુક્રવાર, 31 ઑગસ્ટ, 2018
બુધવાર, 28 માર્ચ, 2018
ધોરણ - ૮ ના વિદ્યાર્થીઓનું વિદાય સમારોહ ૨૦૧૮
આજ રોજ તારીખ :- ૨૮/૦૩/૨૦૧૮ નગર પ્રાથમિક શાળા નં ૨૯ પુરુષોતમનગર, બાકરોલ - આણંદ ખાતે ધોરણ - ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ તથા તિથીભોજન નો કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમ માં તિથીભોજન ના દાતા આ શાળાના ભૂતપૂર્વ શિક્ષક કુમારી કુસુમબેન વી.ભૂત તેમજ નગર પ્રાથમિક શિક્ષક સંઘ આણંદ ઘટક ના મંત્રી શ્રી નોયેલ તથા બાકરોલ ક્લસ્ટર ના CRC શ્રી સંજયભાઈ પરમાર અને બાકરોલ ની ૭ શાળાઓના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહી વિદાય લેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું . શાળા પરિવાર તથા આચાર્ય શ્રી પ્રકાશ પરમારે તમામ નો આભાર માન્યો હતો.....
THANKS TO GOD
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)






























