આજ રોજ નગર પ્રાથમિક શાળા નંબર - ૨૯ પુરૂષોત્તમનગર ની શાળામાં નાના આંગણવાડીના બાળકો અને ધોરણ - ૧ માં નવીન પ્રવેશ મેળવેલ બાળકોનો પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૨
ની ઉજવણી કરવામાં આવી તેમાં આ શાળાના મુખ્ય દાતાશ્રી હરીશભાઈ પટેલ (બિલ્ડર), એમ્કો એલીકોન પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્યશ્રી જગદીશભાઈ આચાર્ય, ભારતીબેન પટેલ (પ્રેસિડેન્ટ જાગૃત મહિલા સમાજ ) જ્યોતિબેન માણેક, દીપ્તિબેન પટેલ, નિરંજનભાઈ પટેલ, વોર્ડ નં - ૧ ના કાઉન્સિલ પિનાકિનભાઈ અને હેતલબેન દરજી તથા SMC અધ્યક્ષ અને સભ્યો, ઉપસ્થિત રહ્યા હતા.મહેમાનોના હસ્તે આંગણવાડી ના બાળકો સાથે ધોરણ - ૧ માં નવીન પ્રવેશ મેળવેલ બાળકોને શૈક્ષણિક કિટ આપી તિલક ચાંદલો મોં મીઠું કરી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. શાળા પરિવાર દ્વારા અતિથીઓનું પુષ્પગુચ્છ અને પુસ્તક ભેટ આપી સન્માન કરવામાં આવ્યું વિદ્યાર્થીની ધ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ" વિષય પર સુંદર વક્તવ્ય રજુ કરાયું.
સાથે શ્રીમતી સાકરબા બી. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ધવલ ડાઈઝ તરફથી શાળાના વર્ગખંડો માટે ૧૦ નંગ સીલિંગ ફેન (પંખા) નું દાન આપવામાં આવ્યું. આ શાળાના શિક્ષિકા બહેન હેમિનીબેન તરફથી ટોપીઓ, ઓળખકાર્ડ ચોકલેટ તેમજ સમગ્ર શાળાના બાળકોને તિથિભોજન કરાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.ભારતીબેન, જ્યોતિબેન તરફથી ફોરેનની ચોકલેટ દાનમાં મળી હતી. ઉપરાંત પરમવીર ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા શાળાના બધા જ બાળકોને પેન,પેન્સિલ,રબર,અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ નું સમગ્ર સંચાલન શાળાના બે બાળકો પ્રિયંકાબેને , અને અમૃતભાઈ એ કર્યુ હતું. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય શ્રી પ્રકાશભાઈએ સર્વે મહેમાનો અને દાતાશ્રીઓનો લાગણીસભર શબ્દોથી આભાર પ્રગટ કર્યો.
કાર્યક્રમના સુંદર આયોજન અને વ્યવસ્થાથી અતિથીગણ પ્રભાવિત થયા હતા. આમ હર્ષોલ્લાસ સાથે સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો