મંગળવાર, 23 ઑગસ્ટ, 2022

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આણંદ પ્રેરિતનગર પ્રાથમિક શાળા નંબર - ૨૯ પુરૂષોત્તમનગર, આયોજિત"આઝાદી કા અમૃત મહોત્સવ - ૨૦૨૨" અને "હર ઘર તિરંગા"દેશભક્તિ ગીત સ્પર્ધા.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આણંદ પ્રેરિત
નગર પ્રાથમિક શાળા નંબર - ૨૯ પુરૂષોત્તમનગર, આયોજિત
"આઝાદી કા અમૃત મહોત્સવ - ૨૦૨૨" અને "હર ઘર તિરંગા"
દેશભક્તિ ગીત સ્પર્ધા
અહેવાલ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આણંદ પ્રેરિત નગર પ્રાથમિક શાળા નંબર-૨૯ પુરુષોત્તમનગર, બાકરોલ શાળાના આચાર્યશ્રી પ્રકાશકુમાર પરમાર દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ ૨૦૨૨" અને "હર ઘર તિરંગા" અંતર્ગત તારીખ :- ૧૩/૦૮/૨૦૨૨ શનિવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આણંદ અને નગર પ્રાથમિક શાળા નં -૨૯ પુરુષોત્તમનગર શાળાના સંયુક્ત ઉપક્રમે “આઝાદી કા અમૃત મહોત્સવ - ૨૦૨૨ ” ઉજવણી અંતર્ગત “હર ઘર તિરંગા” કાર્યક્રમના ભાગરૂપે દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અનેક નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મૂલ્યવાન સમય આપનાર એવા આદરણીય મહેમાનશ્રી આણંદ નગર પાલિકા પ્રમુખશ્રી, રૂપલબેન પટેલ, આણંદ નગર પાલિકા ઉપ-પ્રમુખશ્રી છાયાબા ઝાલા, આણંદ નગર પાલિકા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ઇન્દ્રજીતભાઈ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આણંદના શાસનાધિકારી શ્રી તેજેન્દ્રસિંહ સોલંકી સાહેબ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આણંદના વાઇસ ચેરમેન શ્રી કૃષ્ણકાંત શાહ સાહેબ, તેમજ આણંદ નગરપાલિકા કાઉન્સિલર શ્રી હેતલબેન દરજી અને સી.આર.સી. કો.ઓર્ડીનેટર ઉપસ્થિત રહ્યા હતા. નગર પ્રાથમિક શાળા નંબર 29 ના આચાર્યશ્રી પ્રકાશભાઈ પરમાર તેમજ અન્ય આચાર્યશ્રીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. તથામહેમાનશ્રીના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કેહવાય છે ને "અતિથિ દેવો ભવઃ" એ મુજબ જ મહેમાનશ્રી રૂપી દેવના સ્વાગત માટે નગર પ્રાથમિક શાળા નંબર-૨૯ ની વિદ્યાર્થિનીઓ દ્વરા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. સર્વે પધારેલ મહેમાનોનું પુષ્પગુચ્છ થી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. તેમજ શાળાની બાળાઓ દ્વારા સ્વાગતગીતથી અભિવાદન કરાયું. ત્યારબાદ દેશભકિત ગીત સ્પર્ધાની શરૂઆત થઈ જેમાં તમામ વિદ્યાર્થીઓએ અનેક દેશભકિત ગીત વાજિંત્રોના તાલમાં સૂરબધ્ધ રજૂ કર્યા હતા જેમાં કેટલાક વિદ્યાર્થીઓ મનને પ્રફુલ્લિત કરે એવા સૂરમાં દેશભકિત ગીતના રંગમાં રંગાયા હતા. સ્પર્ધા દરમિયાન બાળકોનો પ્રોત્સહન તથા ઉત્સાહ વધારવા શિક્ષકો દ્વારા પણ દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આણંદની કુલ – ૨૬ શાળાઓમાંથી કુલ ૧૭ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો અને ખૂબ જ સુંદર સૂર, લય અને તાલની સાથે રજૂઆત કરવામાં આવી. આ સ્પર્ધામાં સંગીતનો સાથ આપનાર વાજિંત્ર વાદકો, એવા શ્રી નૈનેશભાઈ પટેલ (કી-બોર્ડ) ફ્રેન્ક ક્રિશ્ચિયન (ઢોલક) નીલ ક્રિશ્ચિયન (તબલા) અને જય પરમાર (ઓકટાપેડ) દ્વારા સ્પર્ધાને ખૂબ જ રસપ્રદ બનાવવામાં આવી. અંતમાં ઘણા શિક્ષકો પણ દેશભક્તિ ગીતનું ગાન કરી દેશભક્તિના રંગે રંગાયા. સ્પર્ધાના અંતમાં સંગીતમાં નિપુણ એવા નિર્ણાયકો શ્રી મનોજકુમાર સોલંકી શ્રી અલ્પેશભાઈ ક્રિસ્ટી તેમજ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા સ્પર્ધાના વિજેતાના નામ જાહેર કરવામાં આવ્યા, જેમાં પ્રથમ ક્રમે શાળા નંબર - ૨ ની વિદ્યાર્થીની જયશ્રીબેન બુધાભાઈ મારવાડી , દ્વિતીય ક્રમે શાળા નંબર – ૩૦ ની વિદ્યાર્થિની શ્રધ્ધા પંકજભાઈ પરમાર, અને તૃતીય ક્રમે શાળા નંબર – ૨૦નો વિદ્યાર્થીની નુપુર ભદ્રેશભાઈ પટેલ એ સ્થાન મેળવ્યું હતું.
સર્વે વિજેતા તેમજ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે સર્ટિફિકેટ (પ્રમાણપત્ર) અર્પણ કરવામાં આવ્યા. ઉપરાંત નિર્ણાયકો તેમજ સંગીત સાધકો ને પણ સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર દિનની ઉજવણી ટાઉન હોલ ખાતે યોજાનાર ધ્વજ વંદન કાર્યક્રમમાં વિજેતા વિદ્યાર્થીઓને મધુદીપ ફાઉન્ડેશન આણંદ તરફથી રૂપિયા 500 અને સહભાગી વિદ્યાર્થીઓને રૂપિયા 100 ના ઇનામઅપાશે એવી જાહેરાત કરાઈ.
        આમ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહ થી ભરપૂર રહ્યો નગર પ્રાથમિક શાળાઓના શિક્ષકો એ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સાર્થક બનાવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા નં.29ના શિક્ષિકાબેન શ્રી મીનાક્ષીબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું. તેમજ સમગ્ર વ્યવસ્થા શાળાના શિક્ષકો શ્રી અંબલાલભાઈ, હેમીનીબેન, તેમજ વિનોદભાઈ અને બી. એડ ના તાલીમાર્થી પ્રિતેશ પટેલ, પ્રેયસી પટેલ, સેજલ રાઠોડ દ્વારા કરવામાં આવી.
        કાર્યક્રમને સફળતાપૂર્વક સાર્થક કરવા બદલ નગર શિક્ષણ સમિતિ આણંદના ચેરમેન સાહેબે અને શાસનાધિકારી સાહેબે આ સરાહનીય કાર્ય બદલ સમગ્ર શાળા પરિવારને ધન્યવાદ પાઠવ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો