શુક્રવાર, 31 ઑગસ્ટ, 2018

HAPPY ESTABLISHMENT DAY 2018 SHALA NO – 29 PURUSHOTTAMNAGAR – BAKROL – ANAND


HAPPY ESTABLISHMENT DAY TO SHALA NO – 29 PURUSHOTTAMNAGAR – BAKROL – ANAND

તારીખ : 31/૦૮/૨૦૧૮ ના રોજ નગર પ્રાથમિક શાળા નં - ૨૯ પુરુશોત્તમનગર - બાકરોલ - આનંદ માં શાળાનો ૨૯ મા સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી. શાળાની જેમણે શરૂઆત કરી હતી તે ભૂતપૂર્વ આચાર્ય શ્રી જગદીશભાઈ સુથાર સાહેબનું સન્માન કરી તેમના હસ્તે કેક કાપી ઉજવણી કરી. આ પ્રસંગે  દર્શન શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ સાહેબ પણ હાજર રહ્યા હતા. હાલના આ શાળાના આચાર્ય શ્રી પ્રકાશકુમાર જે પરમારે શ્રી જગદીશભાઈ સાહેબનો બાળકોને પરિચય કરાવી, તેમનો આભાર માન્યો. શિક્ષક ગણ તથા બી.એડ કોલેજ ના તાલીમાર્થી તથા બાળકો ભેગા મળી બહુજ સુંદર રીતે સ્થાપના દિનની ઉજવણી કરી હતી.



 




























બુધવાર, 28 માર્ચ, 2018

ધોરણ - ૮ ના વિદ્યાર્થીઓનું વિદાય સમારોહ ૨૦૧૮

આજ રોજ તારીખ :- ૨૮/૦૩/૨૦૧૮ નગર પ્રાથમિક શાળા નં ૨૯ પુરુષોતમનગર, બાકરોલ - આણંદ ખાતે ધોરણ - ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ તથા તિથીભોજન નો કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમ માં તિથીભોજન ના દાતા આ શાળાના ભૂતપૂર્વ શિક્ષક કુમારી કુસુમબેન વી.ભૂત તેમજ નગર પ્રાથમિક શિક્ષક સંઘ આણંદ ઘટક ના મંત્રી શ્રી નોયેલ તથા બાકરોલ ક્લસ્ટર ના CRC શ્રી સંજયભાઈ પરમાર અને બાકરોલ ની ૭ શાળાઓના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહી વિદાય લેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું . શાળા પરિવાર તથા આચાર્ય શ્રી પ્રકાશ પરમારે તમામ નો આભાર માન્યો હતો.....
THANKS TO GOD


































સોમવાર, 26 માર્ચ, 2018

વેકેશન ૨૦૧૭ માં સ્વરાવલી સંગીત ક્લાસ અને ક્રાફટ ( CRAFT) ક્લાસ નું આયોજન કરવામાં આવ્યું

વેકેશન ૨૦૧૭ માં સ્વરાવલી સંગીત ક્લાસ અને ક્રાફટ  ( CRAFT) ક્લાસ નું આયોજનકરવામાં આવ્યું
તારીખ : ૦૧/૦૫/૨૦૧૭ થી ૩૧/૦૫/૨૦૧૭ સુધી અમારી શાળા માં વેકેશનમાં સ્વરાવલી સંગીત ક્લાસ શરું કર્યા હતાં...
  આ સમર કેમ્પ માં  તબલાં, હારમોનિયમ, કેશિયો
ગિટાર, સિતાર , કથ્થક નૃત્ય જેવા વિષયો બાળકો ને શિખવા  માટે રાખવામાં આવ્યા હતા...
પરંતુ આ સમર કેમ્પ માં વધારે રસ ધરાવતા બાળકો કેશિયો ( કી બોર્ડ) ના હતા.. અને એક બાળક તબલાં માટે હતું..
હારમોનિયમ, કેશિયો માટે શ્રી નૈનેષ પટેલ શિખવાડવા આવતાં હતાં.. અને તબલાં માટે શ્રી પ્રકાશ પરમાર શિખવાડતા હતાં
ત્યાર બાદ ૫ દિવસ ક્રાફટ  ( CRAFT) ક્લાસ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું
તેમાં શ્રી જેક્સન પરમાર સાહેબે બાળકો ને સુંદર કાગળ કટીંગ કરાવી સરસ મજાની ડીઝાઇન વાળા નમુનાઓ બનાવ્યા હતા. સાહેબના કહેવા પ્રમાણે ૭૫% બાળકો ની મહેનત અને ૨૫% સાહેબે ની મહેનત થી સુંદર નમુના બનાવી શક્યા હતાં...
આભાર આ બંને સાહેબો નો....