બુધવાર, 27 જુલાઈ, 2022
રાખડી, ફ્રેન્ડશીપબેલ્ટ, બનાવતા શીખ્યા.
નગર પ્રાથમિક શાળા નં-૨૯, પુરુષોત્તમનગર, બાકરોલ, આણંદમાં આજરોજ જાગૃતિ મહિલા સમાજના પ્રમુખ ભારતીબેન પટેલ, ચરોતર-આણંદ ક્રોશેટ ક્વીન ગ્રુપના પ્રમુખ કોમલબેન પટેલ તથા ગ્રુપની મહિલાઓનાં માર્ગદર્શન હેઠળ શાળાનાં વિદ્યાર્થીઓને રાખડી, ફ્રેન્ડશીપબેલ્ટ ,સ્વાતંત્ર્ય દિવસ અનુરૂપ તિરંગા કલરની બેલ્ટ વગેરેના બનાવટની ઊંડાણપૂર્વક સુવ્યવસ્થિત રીતે સમજ આપી જેના થકી બાળકમાં નવી કલાનો વિકાસ થઈ શકે આથી વિદ્યાર્થીઓના સહયોગ સાથે વિવિધ પ્રકારના ફ્રેન્ડશીપ બેલ્ટ, રાખડી બનાવતા શીખવવામાં આવ્યું હતું અને અંતે શાળાના દરેક વિદ્યાર્થીઓને બિસ્કીટ, ચોકલેટ અને ઊનના દોરાનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સૌ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ પરમાર સાહેબ અને શિક્ષકગણના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો