ગુરુવાર, 21 જુલાઈ, 2022

બાળ સંસદ ચુંટણી પ્રક્રિયા અને મત ગણતરી ૨૦૨૨-૨૩

બાળ સંસદ ચુંટણી પ્રક્રિયા અને મત ગણતરી  ૨૦૨૨-૨૩

બાળ સંસદ ચુંટણી ૨૦૨૨-૨૩નગર પ્રાથમિક શાળા નંબર ૨૯, પુરુષોત્તમનગર,બાકરોલ, આણંદમાં આજરોજ બાળ સંસદની ચૂંટણી નિમિત્તે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહ-પૂર્વક ભાગ લીધો હતો. જેમાં પોલિંગ ઓફિસર, પ્રિસાઇડિંગ  ઓફિસર,પોલીસ ઓફિસર, એજન્ટ જેવા અનેક પદ વિદ્યાર્થીઓ દ્વારા યોગ્ય રીતે નિભાવવામાં આવ્યા હતા. મોબાઈલ એપ્લીકેશન થી વોટીંગ કરવામાં આવ્યું. તેમજ શાળાના માનનીય આચાર્યશ્રી પ્રકાશભાઈ પરમાર સાહેબએ  ઝોનલ ઓફિસરની ભૂમિકા ભજવી અને શાળાના તમામ વિદ્યાર્થીઓ સરકારની ચૂંટણી પ્રક્રિયાથી વકેફ થાય તેવા આશય સાથે મતદાનનું મહત્વ જણાવ્યું હતુ તથા શિક્ષકોના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવ્યો.

ફોટોગ્રાફ 



મોબાઈલ એપ્લિકેશન 



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો