મંગળવાર, 23 ઑગસ્ટ, 2022

મોકડ્રીલ, આપત્તિ વ્યવસ્થાપન, આગ સામે સુરક્ષા કેવી રીતે મેળવવી, કયા પ્રકારની આગ લાગે ત્યારે કયા સાધનનો ઉપયોગ થાય,કયા પ્રકારના fire engstiguser નો ઉપયોગ થાય છે જેની સંપૂર્ણ સમજ.

નગર પ્રાથમિક શાળા નંબર 29,પુરુષોત્તમનગર, બાકરોલ, આણંદમાં શાળાનાં આચાર્ય પ્રકાશકુમાર જે. પરમાર સરનાં માર્ગદર્શન હેઠળ આજરોજ મોકડ્રીલ, આપત્તિ વ્યવસ્થાપન, આગ સામે સુરક્ષા કેવી રીતે મેળવવી, કયા પ્રકારની આગ લાગે ત્યારે કયા સાધનનો ઉપયોગ થાય,કયા પ્રકારના fire engstiguser નો ઉપયોગ થાય છે જેની સંપૂર્ણ સમજ આણંદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આપી હતી. સૌ વિદ્યાર્થીમિત્રોએ ઉત્સાહપૂર્વક, સારી રીતે સમજ પ્રાપ્ત કરી હતી અને તેને નિહાળ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ કરનાર સૌનો શાળા પરિવાર આભાર માને છે.
અમારી શાળાનો પુરો વિડિયો જોશો તો વધારે ખ્યાલ આવશે 

સોમવાર, 8 ઑગસ્ટ, 2022

નગર શિક્ષણ સમિતિ આણંદ અને નગર પ્રાથમિક શાળા નં-૨૯ પુરુષોત્તમનગર, બાકરોલ દ્વારા આયોજિત દેશભક્તિ ગીત સ્પર્ધા ૧૩/૦૮/૨૦૨૨

 નગર શિક્ષણ સમિતિ આણંદ અને નગર પ્રાથમિક શાળા નં-૨૯ પુરુષોત્તમનગર, બાકરોલ દ્વારા આયોજિત દેશભક્તિ ગીત  સ્પર્ધા ૧૩/૦૮/૨૦૨૨.


બુધવાર, 27 જુલાઈ, 2022

રાખડી, ફ્રેન્ડશીપબેલ્ટ, બનાવતા શીખ્યા.

નગર પ્રાથમિક શાળા નં-૨૯, પુરુષોત્તમનગર, બાકરોલ, આણંદમાં આજરોજ જાગૃતિ મહિલા સમાજના પ્રમુખ ભારતીબેન પટેલ, ચરોતર-આણંદ  ક્રોશેટ ક્વીન ગ્રુપના પ્રમુખ કોમલબેન પટેલ તથા ગ્રુપની મહિલાઓનાં માર્ગદર્શન હેઠળ શાળાનાં વિદ્યાર્થીઓને રાખડી, ફ્રેન્ડશીપબેલ્ટ ,સ્વાતંત્ર્ય દિવસ અનુરૂપ તિરંગા કલરની બેલ્ટ વગેરેના બનાવટની ઊંડાણપૂર્વક સુવ્યવસ્થિત રીતે સમજ આપી જેના થકી બાળકમાં નવી કલાનો વિકાસ થઈ શકે આથી વિદ્યાર્થીઓના સહયોગ સાથે વિવિધ પ્રકારના ફ્રેન્ડશીપ બેલ્ટ, રાખડી બનાવતા શીખવવામાં આવ્યું હતું અને અંતે શાળાના દરેક વિદ્યાર્થીઓને બિસ્કીટ, ચોકલેટ અને ઊનના દોરાનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સૌ વિદ્યાર્થીઓએ  ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ પરમાર સાહેબ અને શિક્ષકગણના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ગુરુવાર, 21 જુલાઈ, 2022

બાળ સંસદ ચુંટણી પ્રક્રિયા અને મત ગણતરી ૨૦૨૨-૨૩

બાળ સંસદ ચુંટણી પ્રક્રિયા અને મત ગણતરી  ૨૦૨૨-૨૩

બાળ સંસદ ચુંટણી ૨૦૨૨-૨૩નગર પ્રાથમિક શાળા નંબર ૨૯, પુરુષોત્તમનગર,બાકરોલ, આણંદમાં આજરોજ બાળ સંસદની ચૂંટણી નિમિત્તે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહ-પૂર્વક ભાગ લીધો હતો. જેમાં પોલિંગ ઓફિસર, પ્રિસાઇડિંગ  ઓફિસર,પોલીસ ઓફિસર, એજન્ટ જેવા અનેક પદ વિદ્યાર્થીઓ દ્વારા યોગ્ય રીતે નિભાવવામાં આવ્યા હતા. મોબાઈલ એપ્લીકેશન થી વોટીંગ કરવામાં આવ્યું. તેમજ શાળાના માનનીય આચાર્યશ્રી પ્રકાશભાઈ પરમાર સાહેબએ  ઝોનલ ઓફિસરની ભૂમિકા ભજવી અને શાળાના તમામ વિદ્યાર્થીઓ સરકારની ચૂંટણી પ્રક્રિયાથી વકેફ થાય તેવા આશય સાથે મતદાનનું મહત્વ જણાવ્યું હતુ તથા શિક્ષકોના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવ્યો.

ફોટોગ્રાફ 



મોબાઈલ એપ્લિકેશન 



શનિવાર, 16 જુલાઈ, 2022

Ekam Kasoti First Semester 2022-23

Ekam Kasoti First Semester 2022-23
સામયિક કસોટી પ્રથમ સત્ર ૨૦૨૨-૨૩
પ્રશ્નબેંક 

જુનુ સમય પત્રક